ગુજરાત પોલીસમાં પ્રશનીય કામગીરી કરનાર 110 પોલીસ કર્મીઓ અને અધિકારીઓને બિરદાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા DGP Commendation Disc Awardથી સન્માનિત કરાયા છે. વડોદરા રેન્જના આઈ.જી.પી સંદીપસિંહ સાથે ભરૂચ જિલ્લાનાં 3 પોલીસ કર્મીઓને પણ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ, ક્રાઇમ બ્રાન્ચનાં હેડ રાઇટર પ્રદીપ મોંઘે અને સાઇબર ક્રાઇમનાં કોન્સ્ટેબલ સોહેલ રાજ ઓવોર્ડ મેળવનાર પોલસી કર્મીઓની યાદીમાં સ્થાન પામ્યા છે.
રાષ્ટ્રીય પર્વની ઉજવણીનાં ભાગરૂપે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ 110 પોલીસકર્મીઓ અનેઅધીકારીઓને સન્માનિત કરાયા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં PI તરીકે ફરજ બજાવતા ઉત્સવ બારોટે મધ્ય ગુજરાતમાં 5 કરોડની ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્સવ બારોટે ન માત્ર આરોપીઓને ઝડપી પડ્યા પણ ચોરી થયેલ કરોડો રૂપિયાના 100 ટકા મુદ્દામાલની રિકવરી કરી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પ્રદીપ મોંઘેએ સરભાણના રેપ વિથ મર્ડર અને IIFLમાં ધોળે દિવસે થયેલી લૂંટના પડકારજનક કેસમાં તપાસ દરમ્યાન પ્રસંશનીય કામગીરી બજાવી હતી. ભરૂચ સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા સોહેલ રાજ છેતરપીંડી થકી અનેક લોકોને ચૂનો ચોપડનાર ગેંગને ઝડપી પાડવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો. ગેંગ એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ખુબ મોટી સંખ્યામાં લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી ચુકી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500