ભારતીય વિચાર મંચ દ્વારા ભરૂચ કેન્દ્ર વિચાર ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠિમાં હિંદુફોબિયા વિષય પર પ્રસ્તુતિ દેવાંગભાઈ આચાર્ય કે જેઓ મંચના પૂર્વ મંત્રી અને જમ્મુ કાશ્મીર અધ્યયન કેન્દ્ર ગુજરાત પ્રાંતની જવાબદારી નિભાવતા એવા ચિંતક અને વિચારક વક્તા દ્વારા અસરકારક રીતે કરવામાં આવી.
આ કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.સંજીવ શર્મા દ્વારા લિખિત અને ભારત શોધ સંસ્થાન દ્વારા પ્રકાશિત ‘ભારત કા રાજા’ અને શ્રી પ્રશાંત પોળ દ્વારા લિખિત ‘ભારતીય જ્ઞાનનો ખજાનો’ પુસ્તકોનું વિમોચન કરાયું હતું. ત્યારબાદ વક્તાઓએ ખૂબ જ રસાળ અને સંદર્ભ આધારિત વિષય વસ્તુની ખુબ જ ઉંડાણ પૂર્વક પ્રસ્તુતિ કરી હતી. હિન્દુ દર્શન, ચિંતન અને તત્વજ્ઞાનના વધતા પ્રસાર અને એમના ઊંડાણને લીધે ડરી ગયેલા અન્ય મુખ્ય વિધર્મી ચિંતકો અને શાસકો દ્વારા આયોજનપૂર્વક ત્રણસોથી ચારસો વર્ષથી 'હિન્દુ ફોબિયા'ના નામે થઈ રહેલા વિવિધ સ્વરૂપ આધારિત પ્રચાર અને પ્રસાર, જે અત્યારે પણ વૈશ્વિક સ્તરપર આપણાં જ ડાબેરી બુદ્ધિજીવીઓ અને રાષ્ટ્ર વિરોધીઓના સાથ સહકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોનો સંદર્ભ સાથે વિચાર વિસ્તાર સહ અને ઉંડાણપર્વક રજૂ કર્યો હતો.
વિચારગોષ્ઠીનો લાભ 100 જેટલા પ્રતિભાગીઓએ લીધો હતો. ભારતીય વિચાર મંચ, ભરૂચના અધ્યક્ષ હરીશભાઈ જોશી દ્વારા વિમોચિત થયેલા પુસ્તકોથી વક્તાઓનું અભિવાદન કર્યું. આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા આયામના યુવાઓ ધ્વનિ, નિખિલ અને એમની યુવા ટીમ દ્વારા કરાયુ હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ યુવાઓ અને બહેનોની રહી જે નોંધનીય કહી સકાય. પ્રાંત મંત્રી અને ભરૂચ કેન્દ્રના વાલી ઈશાનભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિજય શાહની માર્ગદર્શનની ભૂમિકા થકી કાર્યક્રમ વિશેષ સફળ રહ્યો હતો.
આ સમગ્ર આયોજન પ્રચાર ગોષ્ઠિ આયામ સંયોજક અને કેન્દ્રના સહમંત્રી વૈભવભાઈ અને કેન્દ્રની કાર્યકર્તા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે વિનય મિસ્ત્રી દ્વારા વંદેમાતરમનું ગાન કરાવવામાં આવ્યું હતું. ભારતીય વિચારમાંના સાહિત્યનું વેચાણ અને પ્રદર્શન સાહિત્ય આયામના સંયોજક વિમલભાઈ દ્વારા કરવામાં આવેલું જેમાં સાહિત્ય વેચાણ અંદાજિત રૂપિયા 3500નું થયું. આ ઉપરાંત આરએસએસ દ્વારા પણ સંઘ સાહિત્ય પ્રદર્શન અને વેચાણનું આયોજન કર્યું જે પણ ખુબજ સફળ રહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500