ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા આયોજન કચેરી, ભરૂચનાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ ધ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો સમયસર ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ કરાવવા જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નો, પાણી નિકાલ અંગેના પ્રશ્નો, કાંશ સફાઈ તેમજ જાતિના દાખલા કઢાવવા પડતી મુશ્કેલી અંગેના વિવિધ પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. બેઠકમાં પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application