લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેને અનુસંધાને મતદારયાદી સુધારણાનો ખાસ ઝુંબેશ દિવસ સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટરએ ભરૂચ ખાતે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, મહાદીવ્યા વિદ્યાલય વગેરે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઇ મતદાર નોંધણી અંગેની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે હાજર લાઈઝનીંગ અધિકારીઓને મતદાર જાગૃતિ અંગે જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application