અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ વેક્સિનેશન વાન શરૂ કરી છે. 3 દિવસીય મોબાઈલ વાન વિવિધ વિસ્તાર ફરી વેક્સીન આપશે. ગ્રામ્ય, શહેરી અને જીઆઇડીસી વિસ્તારમાં વેક્સિનેશન મોબાઈલ વાન શરૂ કરાય છે જેમાં સ્લમ વિસ્તારમાં જઈ સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરી વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા વેક્સિનેશન ઝડપથી થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા છે અને લોકો પણ વેક્સીનનો ડોઝ લેવા તત્પર બન્યા છે. વેક્સીન લોકો વધુમાં વધુ લોકો લે તે માટે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્થળ ઉપર વેક્સિન મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 9 થી 11 સુધી મોબાઈલ વેક્સિનેશન વાન શરુ કરવામાં આવી છે.
જેમાં બે ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ અંકલેશ્વર ગ્રામ્ય, શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં મોબાઈલ વેક્સિનેશન વાન દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરી વેક્સીનની રસી આપશે ત્યારે શહેર આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સ્લમ વિસ્તારમાં પહોંચી સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરી વેક્સીનનુ પ્રથમ અને બીજો ડોઝ આપવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, લોકો પણ વેક્સીન લેવા માટે તત્પર બન્યા હતા અને ઘર આંગણે વેક્સીન લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500