ભરૂચનાં હાંસોટ તાલુકામાં આવેલાં ઇલાવ ગામની સીમમાં લગાવાયેલાં એક કંપનીના મોબાઇલ ટાવરની કેબીનમાંથી અજાણ્યા તસ્કરોએ 3.50 લાખનો સામાન ચોરી કરી ભાગી ગયાં હતાં. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાંસોટના ઇલાવ ગામની સર્વે નંબર-8વાળી જમીન પર રિલાયન્સ કંપનીનો જીઓના ટાવર કાર્યરત કરવા માટે સ્થળ પર ડીજી સેટ, એસએમપીએસ, બેટરી સહિતની વિવિધ સામાગ્રી રાખવામાં આવી હતી. પરંતુ ગત તા.1 એપ્રિલના રોજ ટીમે સ્થળ પર જઇ જોતાં ત્યાંથી એક ડીજી સેટ, એએમએફ, એએમપીએસ, 3 કેવી ફાયર નંગર, બેટરી, સહિતના અન્ય સામાનમાં તોડફોડ કરી તેમાંથી 3.50 લાખના સામાનની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે કંપનીના એન્જિનિયર વિરલ ગજ્જરએ હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500