Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરનું તાળું તોડી દાગીનાં અને રોકડા મળી રૂપિયા 1.85 લાખની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર

  • May 13, 2022 

ભરૂચનાં લિંકરોડ પર આવેલાં આતિર્થ બંગ્લોઝ ખાતે રહેતાં નિવૃત્ત તેમના પરિવાર સાથે રાત્રીના સમયે ધાબા પર સુવા માટે ગયાં હતાં. જયારે રાત્રીનાં ગાળામાં તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1.85 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચના લિંકરોડ પર આવેલાં આતિર્થ બંગ્લોઝ ખાતે રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં દિપક રમણલાલ મનુબરવાલા તેમની પત્ની જ્યોતિબેન તેમજ પુત્ર યશ સાથે રાત્રીના સમયે તેમના ઘરને તાળું મારી અગાશી પર સુવા માટે ગયાં હતાં.



જ્યારે તેમનો બીજો પુત્ર વાલિયા ખાતેની અપ્લોટેક્સ કંપનીએ નોકરીએ ગયો હતો. તે દરમિયાન કોઇ તસ્કર ટોળકીએ તેમના ઘરને નિશાન બનાવી તેમના ઘરના મુખ્ય દરવાજાને મારેલું તાળું કોઇ હથિયાર વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કબાટનો તમામ સામાન વેરવિખેર કરી ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 1.85 લાખની મત્તાની ચોરી કરી ગયાં હતાં. ઘરમાંથી ચોરી થઇ હોવાનુ માલુમ પડતાં તેમણે તુરંત ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતાં ટીમે સ્થળ પર દોડી આવી ચોરીનો ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application