ભરૂચ એલસીબી પોલીસે નર્મદા ચોકડી પાસે પિસ્ટોલ, તમંચો અને જીવતા કારતુસ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જયારે દહેજ ખાતે મર્ડર કરવાના ઇરાદે યુપીથી હથિયાર લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. બનાવની વિગત એવી છે કે, દહેજ ખાતે ત્રણ દિવસ પહેલા બે પાર્ટીઓ વચ્ચે અંગત અદાવતે તકરાર થઇ હતી. જેમાં એક પાર્ટીએ ગુસ્સામાં આવી સામે વાળી પાર્ટીને ધમકી આપી હતી. જે બાબતે સામાવાળા દહેજ પોલીસ મથકે અરજી કરી હતી. જે ઝઘડાની રીસ રાખી ધમકી આપનાર પાર્ટી પંજાબ તરફ હથિયાર લેવા માટે ગઈ છે.
જે બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા બે ઈસમો પંજાબથી ભરૂચની નર્મદા ચોકડી પાસે હથિયાર સાથે આવ્યા હતા. જેથી પોલીસે વોચ ગોઠવી બંને ઈસમોની અટકાયત કરી તેઓ પાસે રહેલી ટ્રાવેલ્સ બેગમાં જોતા તેમાંથી પિસ્ટોલ, તમંચો, ખાલી મેગઝીન અને જીવતા 9 કારતુસ મળી આવ્યા હતા. આમ, પોલીસે 66 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મૂળ દમોદરના અને હાલ દહેજના માખણિયા ફળિયામાં રહેતો દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દીવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘને ઝડપી પાડ્યા હતા. દહેજમાં મર્ડરની ઘટનાને અંજામ આપે તે પહેલા જ આરોપીઓની પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500