ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં પૂરને કારણે ઘણી જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા કુટુંબ તકલીફ માં છે. ઘણા બધા ગામોને આ પુર ની ખૂબ ગંભીર અસર થઈ છે. ગ્રામજનોના જનજીવન અસ્તવ્યસ્ત થયા છે. અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક અમેરિકામાં રહે છે પણ તેમનું હ્રુદય અને મન તેમની માતૃભૂમિ માટે હંમેશા પોતાના વતન માટે ધબકતું રહે છે. તેથી તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે.
ભરૂચમાં પૂરની ગંભીર પરસ્થિતિને ધ્યાનમાં લઇ અસ્મિતાના ટ્રસ્ટ મંડલ સાથે ચર્ચાઓ કરી અને આ પૂરગ્રસ્ત વિભાગોમાં શુકલતીર્થના દુબઈ ટેકરી વિસ્તારમાં અનાજની ૪૦ જેટલી કીટ, જેનો ૧ માસ સુધી ઉપયોગ કરી શકે તે રીતે બનાવવામાં આવી છે. આમાં દૈનિક રસોડાના વપરાશની તમામ વસ્તુઓ જેમકે મસાલા, અનાજ, કઠોળ, 5 લીટર તેલ, શાકભાજી આ તમામ વસ્તુઓનો સમાવેશ કર્યો. શુક્લતીર્થ ગામના સરપંચશ્રી, તલાટી તથા આગોવાનો સાથે રહીં જરૂરીયાત મંદ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન સાથે આ કિટો પહોચાડવામાં આવી. આ કાર્યમાં USAના સહયોગી દાતા શ્રી પ્રિયમબેન પટેલનો પણ આર્થિક સહયોગ રહ્યો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500