તાઉ-તે વાવાઝોડા અંતર્ગત ભરૂચ જિલ્લામાં ખેતી/બાગાયત પાકોમાં થોડે ઘણે અંશે નુકશાન થયેલ છે જેમાં ભરૂચ જિલ્લામાં ૧૩ ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટેૃ જણાવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળુ ખેતી પાકો અને બાગાયતી પાકોમાં અંદાજે ૭૩૨૫ હેકટરમાં ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો છે અને સદર પાકોમાં કોઇ નોંધપાત્ર નુકસાન જોવા મળેલ નથી. તેમણે ઉમેર્યું કે, સર્વે દરમ્યાન જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી પણ ટીમને પ્રોત્સાહિત કરવા ક્ષેત્રિય મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો અને વિભાગ કક્ષાએથી પણ સંયુકત ખેતી નિયામક અને સંયુકત બાગાયત નિયામક ધ્વારા ક્ષેત્રિય મુલાકાત કરવામાં આવેલ હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટેૃ જિલ્લામાં ૩૩ ટકા લેખે નુકસાનગ્રસ્ત ખેતી પાકોની માહિતી આપતા જણાવ્યું કે ૨૩૩૦ હેકટર ડાંગર, ૨૬૮ હેકટર મગ, ૨૬૮ હેકટર તલ, ૪૩ હેકટર બાજરીના પાકોમાં નુકશાન થયું છે આમાં કુલ જિલ્લામાં ૧૬૪ અસરરગ્રસ્ત ગામોના ૨૦૦૬ ખેડૂતોનો સમાવેશ થાય છે.
ભટેૃ વધુમાં ઉમેર્યું કે, શેરડી પાકમાં પ્રાથમિક નુકસાન બતાવેલ હતું પરંતુ કોઇ પણ પ્રકારનું નુકસાન જોવા મળેલ નથી તેથી ૩૩ ટકા કરતાં ઓછું નુકસાન દર્શાવેલ છે. ખેતી વર્ષ ખરીફ સીઝન જુન થી મે ગણતરી લેવામાં આવે છે જે મુજબ જુન-૨૦૨૦ થી મે-૨૦૨૧ દરમિયાન સર્વે હેઠળ પૈકીનો મહત્તમ વિસ્તાર કૃષિ રાહત પેકેજ અંતર્ગત SDRFના નોર્મ્સ અનુસાર ચાલુ ખેતી સીઝન દરમ્યાન લાભ મેળવી ચૂકયા છે.
વધુમાં જેમાં જિલ્લાના અધિકારીઓ, સંયુકત નિયામક કક્ષાના અધિકારીશ્રીઓની રેન્ડમ સ્થળ ચકાસણી કરતા કેળામાં સર્વે હેઠળના વિસ્તારમાં હેકટરે મહત્તમ ૨પ ટકા, આંબામાં ઉત્પાદનલક્ષી મહત્તમ ૨૦ ટકા તેમજ પરવળના વેલામાં મહત્તમ ૨૨ ટકાની આસપાસ જોવા મળેલ છે જે વિસ્તારના ૩૩ ટકાથી ઓછું હોય SDRFના નોર્મ્સ અનુસાર સહાય મળવાપાત્ર નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500