Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં અકસ્માત, ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત

  • May 17, 2022 

હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીક સામેના વાહને હેડલાઇટ ઓન કરતાં મહિલા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર માર્ગની બાજુમાં ધડાકાભેર ઉતરી જતા ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે, મૂળ હાંસોટના ઇલાવ ગામના અને સુરત ખાતે સાસરીમાં રહેતા મીનાબેન સમીરભાઈ પટેલ બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે તેઓ ગતરોજ અંકલેશ્વર ખાતે બ્યુટી પાર્લરનો ઓર્ડર હોવાથી અન્ય બે યુવતીઓ સાથે આવ્યા હતા. જેઓ ઓર્ડર પતાવી મધરાતે ઇલાવ થઇ સુરત જવા માટે પોતાની કાર નંબર જીજે/05/આરએચ/4937 લઇ નીકળ્યા હતા.



તે દરમિયાન હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીક સામેથી પુરઝડપે ધસી આવેલા વાહન ચાલકે હેડ લાઈટ ઓન કરતા મહિલા કાર ચાલક મીનાબેન પટેલે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો. જોકે ચાલકે કાબૂ ગુમાવતાં કાર ધડાકારભેર માર્ગની બાજુમાં ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હાંસોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application