અંકલેશ્વર તાલુકાનાં પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશનનાં ગુનામાં એક લીસ્ટેડ બુટલેગર 6 મહિનાથી વોન્ટેડ હતો. જોકે આ આરોપીને ભરૂચ LCBની ટીમે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં અનેક ગુનાઓ વોન્ટેડ આરોપીઓ પોલીસ પકડમાંથી નાસતા ફરતા હોય છે. જયારે આવા આરોપીઓને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તે સમયે ભરૂચ LCBનાં પોલીસ ઇન્સપેક્ટરએ જિલ્લા એસ.પી.નાં માર્ગદર્શન હેઠળ આવા આરોપીઓને ઝડપી પાડવા તેમની ટીમોને સૂચનાઓ આપી હતી. ભરૂચ LCBની ટીમે ગત તા.28મી ફેબ્રુઆરી 2022નાં રોજ અંકલેશ્વર તાલુકાનાં ભરણ ગામે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 10,800 બોટલ મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 11,01,600/-નો મુદ્દામાલ પકડી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરાયો હતો. જ્યારે આરોપી નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ LCBની ટીમે રેડ કર્યા બાદ આ કામનો લીસ્ટેડ બુટલેગર મુકેશ અર્જુનભાઇ વસાવા (રહે. ભરણ ગામ,નવા ફળીયા,અંકલેશ્વર) નાને છેલ્લા 6 મહિનાથી ભાગતો ફરતો હતો.
જેથી ભરૂચ એલ.સી.બી.ની ટીમનાં પી.એસ.આઇ. અને ટીમનાં માણસોને ચોક્કસ માહિતી મળી હતી કે, આ ગુનાનો વોન્ટેડ આરોપી અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે આવ્યો છે. જે માહિતીનાં આધારે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આરોપી મુકેશ વસાવાને ઝડપી પાડી LCB ટીમે આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે સોંપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500