ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક એક ટ્રક પલ્ટી મારતા ખાડીમાં પડી હોવાની ઘટના બની હતી. રાત્રિ દરમિયાન ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના મેવાત ગોલ્ડન ટ્રાન્સ પોર્ટમાં ડ્રાઈવર તરીકેને નોકરી કરતો સમુનભાઈ જુહરુભાઈ ખાન (રહે.અલવાર,રાજસ્થાન) જે ગત તા.27મી ઓગસ્ટના રોજ રાતના સાડા બાર વાગ્યાના સમયે કેળા ભરવા રાજપીપલા જવા માટે ટ્રક લઈને નીકળ્યો હતો. તે દરમિયાન ઉમલ્લા ગામથી આગળ ટ્રક પસાર થતી હતી તે સમયે રાયસીંગપુરા અને બામલ્લા ગામના બસ સ્ટેન્ડ વચ્ચે આવતી ખાડીના પુલ ઉપર આવતા સામેથી એક હાઈવા ડમ્પર આવી જતા ટ્રક ચાલક સમુનભાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો તેથી પલ્ટી મારી જતા ખાડીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકની સાથે રહેલા ક્લીનર રાહિલભાઈ ઈસ્માઈલ ખાન (રહે.નાવલી, જિ.મેવાત, હરિયાણા) નાને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ થવા ઉપરાંત હાથના કાંડા તેમજ કમરના ભાગે ફેકચર થયું હતું. ઈજાગ્રસ્તને ઉમલ્લા ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવારની જરૂર જણાતા રાજપીપલા અને ત્યારબાદ અંકલેશ્વર લઈ જવાયા હતા. ટ્રક ખાડીમાં પડવાની આ ઘટનાને લઈને ઉમલ્લા પોલીસે ટ્રક ચાલક સમુનભાઈ જુહરુભાઈ ખાન વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application