ઝઘડિયા તાલુકાનાં એક ગામે રહેતી એક સગીરાનું કોઇ ઇસમ પટાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. જોકે આ અંગે ગત તા.20 મીના રોજ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના એક ગામે આ સગીરા તેના મોટાકાકા સાથે રહેતી સગીરાનું અપહરણ થતાં પોલીસે અપહરણ કરનાર અજાણ્યા ઇસમ બાબતે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરાનું અપહરણ કરનાર ઇસમ ભરુચ તાલુકાનાં નિકોરા ગામે એના સંબંધીને ત્યાં રોકાયેલ છે. જેથી રાજપારડી પીએસઆઇ પોલીસ ટીમ સાથે મળેલ બાતમી મુજબ નિકોરા ગામે જઇને આ કામના આરોપીને અપહરણ થયેલ સગીરા સાથે ઝડપી લીધો હતો. પોલીસે અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવી હતી અને આ અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી સાગરભાઇ વિનેશભાઇ વસાવા (રહે.ગામ નિકોરા અને મુળ રહે.ગામ અવિધા તા.ઝઘડીયા)ના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application