અંકલેશ્વરની એક યુવતીને છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરી ધમકી આપી તેની મોપેડ સળગાવી બળજબરી પૂર્વક લગ્ન માટેનું દબાણ કરનાર એક તરફી પ્રેમમાં પાગલ બનેલ યુવકને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતી ભાગોળ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો કાર્તિક રાજેશ બ્રહ્મભટ્ટ અવારનવાર એક 20 વર્ષીય યુવતીનો પીછો કરી તેને હેરાન પરેશાન કરે છે તેમજ કોલેજ જતાં સમયે તે કાર આગળ કરી મોપેડ રોકી ધમકીઓ આપી બળજબરીથી કારમાં બેસાડી લગ્ન કરવા માટે ડોક્યુમેન્ટની માંગણી કરે છે અને યુવક લગ્ન માટે હા પડાવવા માટે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જો લગ્ન માટે હા ન પાડે તો ગાડીઓ સળગાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ એક તરફથી પ્રેમમાં પાગલ બનેલા કાર્તિક બ્રહ્મભટ્ટએ યુવતી અને તેનીના કાકાની મોપેડ મળી બે મોપેડ સળગાવી 58 હજારનું નુકશાન કર્યું હતું.
જયારે અગાઉ પણ યુવકે ગડખોલ પાટિયા શ્રીજી વિદ્યાલય નજીકથી અર્ટીગા કારમાં યુવતીનું અપહરણ કરી લગ્ન કરવા માટે દબાણ કરતાં જયારે યુવતીએ તેને ના કહેતા તેને ગાલ પર તમાચો મારી ધમકી આપી હતી. આમ, અવારનવાર ત્રાસ આપતા યુવક સામે યુવતીએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી એક તરફી પ્રેમમાં પાગલ બનેલા માથાભારે આશિક ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500