Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી

  • May 16, 2022 

ભરૂચનાં જંબુસર તાલુકાનાં દહરી ગામે પ્રેમી યુગલે ગામની સીમમાં ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. જોકે સવારે ગ્રામજનો ખેતરે જતાં ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરતા કાવી પોલીસે તુરંત સ્થળ પર દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, જંબુસરનાં દહરી ગામે બે યુવાન પ્રેમી પંખીડાએ વહેલી સવારે સીમમાં જઈ સિમડાનાં ઝાડ પર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.



જયારે દહરી ગામે રાઠોડ ફળીયામાં રહેતા ભીમસ‍ંગભાઇ બુધાભાઈ રાઠોડની સગીર વયની દીકરી પૂર્વીબેન (ઉ.વ.15) જેઓ ફળિયામાં જ રહેતા રાઠોડ રમેશભાઈ રાયસંગભાઈનો દિકરો શનુભાઇ (ઉ.વ.18) સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ આ બંને પ્રેમી પંખીડાઓ વહેલી સવારે ઘરેથી નીકળી સીમમાં જઇ સમળાના ઝાડની ડાળી ઉપર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ કાવી પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે જઇ મરણ જનાર બંને પ્રેમી પંખીડાઓની લાશને પીએમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. બનાવ અંગે કાવી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application