Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાળકને ઓનલાઈન ગેમ્સની લત લાગતા ઘર માંથી કરી ચોરી

  • September 13, 2021 

ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતા વ્યકતિના પુત્રએ તેના જ ઘરમાં બચત કરેલા 7 લાખ રૂપિયા ગેમ્સના આઈડી પાસવર્ડ મેળવા વેડફી નાખ્યા છે. ઓનલાઇન રમાતી મોબાઇલ ગેમ કિશોરોના બાળમાનસ પર હિંસા અને આક્રમકતાના અતિરેકની અસર તો કરે છે, તેમાં પબજી, ફ્રી ફાયર જેવી ગેમોમાં ડાયમંડ શસ્ત્રો ખરીદવા માટે બાળકો માતા-પિતાને જાણ કર્યા વિના બહારની દુકાનો માંથી મોટી રકમ ચૂકવીને ગેમ્સ માટેના હથિયાર, વસ્ત્રોની ખરીદી કરીને વડીલોને મુશ્કેલીમાં મુક્તા હોય છે જેને લીધે પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. બાળકોમાં ઓનલાઈન ગેમ રમવાનું ચલણ વધતું જાય છે જેથી વડીલોએ ગેમ રમતા બાળકો પર ધ્યાન રાખવું જોઈએ અન્યથા મોટું નાણાકીય નુકશાન વેઠવાનો વારો આવે છે.

 

 

 

 

 

જયારે ભરૂચ જિલ્લામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લામાં રહેતા જીહા 10 થી 12 વર્ષના પુત્રએ ઓનલાઇન ગેમ્સમાં ઘેલો લાગ્યો હતો અને  દિવસ રાત ગેમ્સમાં ઘેલો બનેલા બાળકે અન્ય પાસેથી આઈડી પાસવર્ડ મેળવવા માટે પિતાએ બચતના મુકેલા રૂપિયા અંદાજિત 5 થી 7 લાખ રૂપિયાની ચોરી કરીને અન્યને ઈસમોને આપ્યા હતા. પિતાને રૂપિયાની જરૂર પડતા લેવા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જોકે, ઘરનો જ પુત્ર હોવાથી પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ દરેક માતા-પિતાએ તેમના બાળકોને શું કરી રહ્યા છે તેની માહિતી રાખવી આવશ્યક બની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application