Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેમિકલ ભરેલ ટેન્કર પલટી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો

  • October 10, 2021 

અંકલેશ્વરના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી પાનોલી ઇન્ટરમીડીએટ કંપનીમાંથી બેનજી નામનું જવલનશીલ કેમિકલથી ભરી વડોદરાના નંદેસરી જતું ટેન્કર અચાનક જ નજીક પલટી જતાં નાસભાગ મચી હતી ટેન્કર ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ચાર રસ્તાના ફ્લાયઓવર નીચે બેન્ઝીન કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા નજીકમાં આવેલા ગામના લોકોને આખી રાત આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની બૂમો મચી હતી. પાનોલી ઇન્ટરમીડીએટ કંપનીમાંથી જ્વલનશીલ કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારતા સ્થળ ઉપર બનાવ અંગે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જયારે પોલીસની સતર્કતાથી અગ્નિશામક દળે ઘટના સ્થળ ઉપર દોડી આવી કેમિકલ ઉપર કાબુ મેળવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application