અંકલેશ્વરના ત્રણ ગામના સીમાડે આવેલ ટેકરાવાળા મહાકાળી મંદિર ખાતે 8મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં સવારે પૂજા તેમજ સાંજે ભંડારો અને રાત્રીના લોક ડાયરો યોજાયો હતો અને મંદિરના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો મોટી સંખ્યા ભક્તો ઉમટયા હતા. અંકલેશ્વર તાલુકાના અંદાડા, કાસીયા અને છાપરા ગામના સીમાડે આવેલ ટેકરાવાળા મહાકાળી માતાજીના મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વિક્રમ સવંત 2078ના વૈશાખ સુદ અગિયારસના દિવસે એટલે કે તા.12મી મે 2022ના રોજ આ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સવારે 10 કલાકે હવન, સાંજે 4 કલાકે ભંડારો અને રાત્રીના 9 કલાકે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application