ભરૂચથી જંબુસર તરફના રાજ્ય ધોરીમાર્ગ પર થામ ગામ નજીક ખાડાથી બચવાના પ્રયાસમાં રીક્ષા પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત થયું હતું, જયારે રીક્ષામાં સવાર એક મુસાફરને ઈજા થઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કંથારિયા ખાતે રહેતા અને ભંગારનો ધંધો કરતા સાજીદ વોરા પટેલ વાગરાથી પોતાનું કામ પતાવી ટેમ્પામાં વિલાયત તરફ આવ્યા હતા જયાંથી કંથારિયા આવવા એક રીક્ષામાં બેઠા હતા. આ રીક્ષા ભરૂચ તરફ આવી રહી હતી તે દરમિયાન દેરોલથી આગળ જતા થામ પાસે રસ્તામાં ખાડો આવતા તેનાથી બચાવના પ્રયાસમાં રીક્ષા પલટી ખાય જતા અકસ્માતમાં સર્જાયો હતો. અચાનક રીક્ષા ખાઈ જતા ભોલા ભરૂચ ખાતે રહેતા રીક્ષા ચાલક એયુબ કાઝીનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જયારે રીક્ષામાં સવાર સાજીદ વોરાને ઈજા થતા અકસ્માતની જાણ થતા 108ની મદદથી સારવાર માટે ભરૂચ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રીક્ષા ચાલકનો મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત ભરૂચ ગ્રામ્ય પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500