Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આરપીએફના જવાને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી મહિલાનો જીવ બચાવ્યો

  • September 09, 2021 

ભરૂચ આરપીએફ પોલીસ મથકમાં ધર્મેશકુમાર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જે ગત તા.7મી સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી 4 વાગ્યા સુધી ફરજ પર હાજર હતો. તે સમય દરમિયાન દરમિયાન તે પ્લેટફોર્મ પર ફરી રહ્યો હતો ત્યારે સવારે 9 વાગ્યાના અરસામાં અંદાજિત 50 વર્ષની એક અજાણી મહિલા રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી અને તે દરમિયાન આ ટ્રેક પર ગુડ્સ ટ્રેન પસાર થનાર હતી. તેના હોર્નના અવાજથી મહિલા ગભરાઈ જતા શું કરે તે સમજણ નહીં પડતા ત્યાં ફરજ ઉપર હાજર આરપીએફના હેડ કોન્સ્ટેબલ ધર્મેશકુમારે આ મહિલાને જોતા ટ્રેક ઉપર કૂદીને પોતાના જીવની ચિંતા કર્યા વગર મહિલાનો હાથ પકડીને બીજી સાઈડ ઉપર ખેંચી લાવી મહિલાનો જીવ બચાવ્યો હતો અને જોત-જોતામાં તે ગુડ્સ ટ્રેન પસાર થઈ ગઈ હતી.જોકે, હેડ કોન્સ્ટેબલ ધર્મેશકુમારના સાહસથી મહિલાનો જીવ બચાવી એક દુર્ઘના ટળી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application