Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં પરંપરાગત શેરી ગરબાની તૈયારી પુરજોશમાં શરૂ

  • October 05, 2021 

અંકલેશ્વરમાં પરંપરાગત શેરી ગરબાની તૈયારી પુરજોશમાં કરવામાં આવી રહી છે જયારે 5થી વધુ સ્થળે શેરી ગરબા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અંકલેશ્વરના વિવિધ સોસાયટીમાં પણ ચાલુ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા તેમજ વ્યવસાયિક ગરબા આયોજનને મંજૂરી ના મળતા ચાલુ વર્ષે પુનઃ શેરી ગરબા આકર્ષણ કેન્દ્ર બનશે અને આ આયોજનમાં 400 વ્યક્તિની મર્યાદિત સંખ્યા વચ્ચે શેરી ગરબા કરવા આયોજક અને સમાજ કટિબદ્ધ બન્યા છે. કોરોના મહામારી વચ્ચે છેલ્લા 2 વર્ષથી ગુજરાતની ઓળખ સમા ગરબાનું મેગા આયોજન થઇ શક્યું નથી. ગત વર્ષે સંપૂર્ણ ગરબા આયોજન બંધ રહ્યા બાદ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 400 વ્યક્તિની મર્યાદા વચ્ચે શેરી ગરબાનું આયોજન કરવા કોરોના ગાઈડલાઈન સાથે છૂટછાટ આપી છે. જેને લઇ ગરબા ખેલૈયાઓ માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે.

 

 

 

 

 

અંકલેશ્વરમાં પુનઃ એકવાર શેરી ગરબાની બોલબાલા જોવા મળી રહી છે. અંકલેશ્વર વિવિધ સમાજ તેમજ ફળીયામાં ગરબાનું આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો કેટલીક સોસાયટી દ્વારા પણ આ આયોજન તરફ વળ્યાં છે. અંકલેશ્વર માર્કેન્ડેશ્વર મહાદેવ મંદિર ચોક, માલી ખડકી , ગોયા બજાર કાયસ્થ સમાજ નવદુર્ગા મંદિર, શાક માર્કેટ મોદી સમાજ, રાણા સમાજ ગોલવાડ ખાતે શેરી ગરબા આયોજન કરાઇ રહ્યું છે. શેરી ગરબાની મંજૂરીને લઇ વિવિધ સમાજના સામાજિક ગરબા રંગત પુનઃ જોવા મળશે તેમજ સામાજિક સંfગઠન સાથે પુનઃ એકવાર ઘર આંગણે જ દીકરી-દીકરા સહ પરિવાર ગરબા રમતા જોવા મળશે. અંકલેશ્વર જીઆઇડીસી તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પણ શેરી ગરબા અને ગામ ગરબાનું આયોજન કરાઇ રહ્યું છે. જે જોતા મેગા ગરબાનું આયોજન જાણે શેરી ગરબા રૂપે લોકો ઘર આગણે પુનઃ જોવા મળશે. પરંતુ તેમાં સામાજિક અને શેરી પૂરતા રહીશો માટે આ મર્યાદિત આયોજન જોવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application