ભરૂચનાં અંકલેશ્વર તાલુકાનાં કરમાલી ગામની સીમમાં દિલ્હી-મુંબઈ એક્ષપ્રેસ વેની કામગીરી ચાલી રહી છે. જેમાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે અશોકકુમાર પ્રોજેકટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરમાલી ગામની સીમમાં પીપલ અંડર પાસની કામગીરી કરવામાં આવી રહી છે જેની બાજુમાં કંપનીની સાઇટ પર અંડર બ્રિજને લગતો સામાન મૂકવામાં આવ્યો છે જે સાઇટ પર તસ્કરોએ પ્રવેશ કરી કમ્પાઉન્ડમાં રહેલ લોખંડના સળિયા, પાઇપ અને યુજેક તેમજ સ્ટીલના પતરાં મળી કુલ 10 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા કોસંબાના દાદરી ફળિયામાં રહેતા, સિરાજ શબ્બીરગણી શેખ, સરીફ સલામખાન પઠાણ, રફીક હુશેન શેખ અને મહમદ રફીક સાફી મોહમદ સિપાઈને ઝડપી પાડ્યો હતો અને ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application