અંકલેશ્વરનાં દઢાલ ગામની નિર્મલ કોલોનીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા રૂપિયા 61,900/- હજાર અને 6.25 તોલા સોનુ અને 280 ગ્રામ ચાંદી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વરનાં દઢાલ ગામના જીતાલી પાટિયા પાસે આવેલ સારંગપુર ગામની નિર્મલ કોલોનીમાં રહેતા દીપુભાઈ વસાવા દઢાલ ગામના પાટિયા પાસે નાસ્તાનો ગલ્લો ચલાવે છે અને જેઓ નિર્મલ કોલોનીનું ઘર બંધ કરી નવા ઘરે સુવા ગયા હતા.
તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટ તેમજ તિજોરીમાંથી તસ્કરોએ રહેલા રોકડા રૂપિયા 61,900/- તેમજ સોનાનાં ઘરેણાં 22 કેરેટના જેનું વજન 6.25 તોલા કિંમત રૂપિયા 2.93 લાખ રૂપિયા અને ચાંદી 280 ગ્રામના દાગીના કિંમત રૂપિયા 17,416/- તેમજ મળી કુલ રૂપિયા 3.72 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
જયારે સવારે દીપુભાઈ પોતાના જુના મકાન પર પહોંચ્યા ત્યારે ચોરી થઇ હોવાનું માલુમ પાડ્યું હતું. જે અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500