મુંબઇના કલ્યાણ ખાતે રહેતા જાવીદઅલી રિયાસતઅલી સિદ્દીકી મુંબઇની અનસુ લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટની ટ્રક પર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને મુંબઇના ભિવંડીથી કુરિયરનો સામાન તેના કન્ટેઇનરમાં ભર્યાં બાદ બીજો સામાન સુરતમાં આવેલાં સિદ્ધી વિનાયક ટેમ્પલ પાસેના ભરત નગરથી કન્ટેઇનરમાં ભરી અમદાવાદના અસલાલી ખાતે તીવરા પ્રાઇવે લીમિટેડમાં ખાલી કરવા રવાના થયો હતો. ત્યારે રાત્રીના બે વાગ્યાના અરસામાં તેને ઉંઘ આવતાં તેણે ભરૂચ નેશનલ હાઇવે પર આવેલાં અસુરિયા પાટિયા પાસે કન્ટેઇનર રોડની સાઇડમાં પાર્ક કરી સુઇ ગયો હતો. તે સમયે રાત્રીના સમયગાળામાં અજાણ્યા તસ્કરની ટોળકીએ તેમના કન્ટેઇનરનું સીલ તોડી તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 10.55 લાખની સાડીઓની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઇ ગયાં હતાં. બનાવ અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application