અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની હેપી રેસીડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનમાં રૂપિયા 48 હજાર 270ની ચોરી કરી ફરાર જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંદાડા ગામની હેપી રેસીડેન્સીનાં મકાન નંબર-181માં રહેતા સરમણ પ્રજાપતિ ગત તા.19 થી 30 જુલાઈ દરમિયાન મરણ પ્રસંગમાં પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ ગયા હતા. તે દરમિયાન તેમનું ઘર બંધ રહેતા તસ્કરોએ આ ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશીને તિજોરી માંથી સોના-ચાંદીના ઘરેણાં જેની કીંમત રૂપિયા 35 હજાર 270 તથા રોકડ રૂપિયા 13 હજાર મળી આમ, કુલ રૂપિયા 48,270/-નો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સરમન પ્રજાપતિએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application