Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ મકાનમાંથી ઈલેક્ટ્રિક સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • July 16, 2021 

અંકલેશ્વરના ભરુચી નાકા પાસે જવાહર બાગની બાજુમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા નરેશભાઈ બાબુભાઈ ગોળવાળાના નવા મકાનનું કામ બીજી સોસાયટીમાં ચાલી રહ્યું છે જેનો ઈલેક્ટ્રિક અને પ્લ્મ્બીંગનો સામાન જલારામ એપાર્ટમેન્ટમાં તેમના સંબંધીના બંધ મકાનમાં મુકતો હતો. પરંતુ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનની બારીમાંથી પ્રવેશ કરી ઈલેક્ટ્રિક એલઈડી લાઈટો, ઈલેક્ટ્રિક સ્વીચ, મોડ્યુલર તેમજ પ્લ્મ્બીંગની પ્લેટ મળી કુલ રૂપિયા 1 લાખ 10 હજારના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નરેશ ગોળવાળાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application