ભરૂચના નેત્રંગ ગામમાં આવેલી ગોકુળધામ સોસાયટીમાં આવેલા શિક્ષકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મકાનમાંથી તસ્કરોએ રોકડા રૂપિયા અને સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નેત્રંગ ગામમાં આવેલી ગોકુળધામ સોસાયટીમાં રહેતા વસંત રવજીભાઈ પટેલ ઝોકલા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તા.9 સપ્ટેમ્બરના રોજ પોતાનું મકાન બંધ કરી વતનમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલા રોકડા રૂપિયા 22 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 1.20 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે શિક્ષકે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application