જંબુસરની સ્વસ્તિક નગર સોસાયટીમાં રહેતાં કનુભાઇ દેસાઇભાઇ પટેલ શિક્ષક તરીકે નિવૃત્ત થયાં બાદ હાલમાં અવિધા ગામે આવેલી શ્રી વિજય વિદ્યામંદીર પ્રાથમિક શાળામાં સંચાલક તરીકે કામગીરી કરે છે. તેમની શાળા માટે શિક્ષકોનાં ઇન્ટર્વ્યુ લેવાના હોઇ તેઓ તેમના પરિવારનાં સભ્યો સાથે ભરૂચ ખાતે રહેતાં તેમના પુત્રને ત્યાં ગયાં હતાં. જ્યાંથી તેઓ અવિધા ગામે ગયાં હતાં.
જોકે તેમના પાડોશીએ તેમને ફોન કરી જાણ કરેલી હતી કે, તમારા ઘરનુ બારણું ખુલ્લુ છે અને તાળુ પણ તુટેલું છે. જેના પગલે તેઓ તુરંત જંબુસર આવવા માટે રવાના થયાં હતાં. તેમણે ઘરમાં તપાસ કરતાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો.
તદ્દઉપરાંત તસ્કરોએ તેમના ટીવીનું શોકેશ પણ તોડી તેમાં મુકેલો રૂપિયાનો ગલ્લો તેમજ તિજોરીમાંનો સામાન વેરવિખેર કરી ગલ્લામાનાં 30 હજાર રોકડા, શિકોતેર માતાના મંદિરના વહિવટના દાન પેટેના 40 હજાર રૂપિયા અને સોનાનાં દાગીનાં મળી કુલ રૂપિયા 1.17 લાખનાં સામાનની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે જંબુસર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોનાં પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500