ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હસમુખભાઈ મનજીભાઈ વસાવા જી.આઈ.ડી.સી.માં નાસ્તનો ગલ્લો ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.22 ઓગસ્ટના રોજ તેમના જમાઈ સંજય વસાવા તેમની કેટીએમ બાઈક તેમના ઘરે લઈ ગયેલા અને રાત્રે પરત આવી ઘરના આંગણામાં લોક કર્યા વગર પાર્ક કરી હતી. સંજય વસાવા સવારે નોકરી પર જવાનું હોય વહેલો ઉઠયો હતો, ત્યારે પાર્ક કરેલ કેટીએમ બાઈક પાર્ક કરેલ જગ્યા પર ના હતી જેથી તેને એવું લાગ્યું કે તેના મિત્ર અશ્વિનને બાઈક ફેરવવા આપી હશે પરંતુ અશ્વિને પૂછતા તેને બાઈક કોઈને આપી નથી તેમ જણાવતા તેમને સમજયા ગયું હતું કે બાઈક ચોરી થવાનું માલુમ પડ્યું હતું જેથી હસમુખભાઈના ઘરે લાગેલ સીસીટીવી કેમેરામાં જોતા જણાયું હતું કે રાત્રીના સમયે કોઈ અજાણ્યા બે ચોરટાઓ તેમના આંગણામાં પાર્ક કરેલ કેટીએમ બાઈક ચોરી કરીને લઈ ગયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. જેથી હસમુખભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application