ભરૂચના દાંડિયા બજારના સુથિયાપુરાની ખડકી વિસ્તારમાં રહેતાં, અનિલ પ્રવિણ ઘીવાલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ધોળીકુઇ મચ્છી માર્કેટમાં નાના બાળકોના ઝઘડાને કારણે તેમના કાકાના પુત્રો રોહિત અને રવિ સાથે વિસ્તારના સાહિલ મુસ્તાક પટેલ અને તેના માતા લાબુ વચ્ચે ઝઘડાં થતાં તેમને રવિ પર સાહિે ચપ્પુથી હૂમલો કરી હાથના કાંડા, પીટ, હોઠ તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હૂમલામાં સાહિલ તેમજ લાબુ ઉકા દેવીપુજકનું ઉપરાણું લઇ ગણેશ શીવા વાડેકર, નરેશ શીવા વાડેકર, કાલુ શીવા વાડેકર તેમજ મીના વાડેકરે બધા મળી હિંસક હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનામાં દાંડિયા બજારના જ બચુભાઇનો ટેકરા વિસ્તારમાં રહેતાં સાહિલ મુસ્તાક પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, નાના બાળકોના ઝઘડાના મુદ્દે મામલો ગરમાતાં રાજુ ગટુર ઘીવાલા, રોહિત રાજૂ ઘીવાલા તમેજ રવિ રાજુ ઘીવાલા સાથે તકરાર થયો હતો. જેમાં તેઓએ લોખંડના સળિયા, તલવાર સહિતના મારક હથિયાર વડે હૂમલો કર્યો હતો. જેમાં સાહિલ તેમજ તેની માતા લાબુબેન સહિત તેમના પરિચીતો પર હૂમલો કર્યો હતો. જેના પગલે રાજૂ, રોહિત, રવિ, અનિલ પ્રવિણ ઘીવાલા, અમિત મનસુખ ઘીવાલા તેમજ વિજય ગટુર ઘીવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500