ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં અવિધા ગામે દારૂ બનાવવાના અખાધ ગોળના જથ્થા સાથે એક વેપારી ઝડપાયો હતો, જ્યારે ગુંડેચા ગામ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપાયો હતો. રાજપારડી પીએસઆઇને મળેલ બાતમી મુજબ, ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકના ચાર કારબામાં શંકાસ્પદ અને ચોરીનું મનાતું 180 લિટર જેટલું ડિઝલ લઇને જતા ચેતનભાઇ જીકુભાઇ પરમાર (રહે.રાજપારડી) તેમજ અજયભાઇ નવલસંગભાઇ વસાવા (રહે.ગુંડેચા,તા.ઝઘડિયા) નાઓને ઝડપાયા હતા.
જ્યારે અવિધા ગામે ત્રીકોણ ફળિયામાં આવેલ દેવીપુજા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી નારાયણલાલ મહારામ ગુર્જર (રહે.અવિધા,મુળ રહે.રાજસ્થાન)નો જે દુકાનમાં વેચાણ માટે રાખેલ દારૂ બનાવવાનાં કામમાં ઉપયોગમાં લેવાતા ગોળ અને ફટકડીનાં જથ્થા સાથે ઝડપાયો હતો. જોકે તપાસ દરમિયાન ગોળનો આ જથ્થો અખાધ હોવાની ખાતરી થઇ હતી. આમ, પોલીસે કુલ રૂપિયા 11,770/-નો મુદ્દામાલ કબજે લીધો હતો અને શંકાસ્પદ ડિઝલ તેમજ અખાધ ગોળના ઝડપાયેલ જથ્થા બાબતે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500