જંબુસરનાં કારેલી ગામે વેડચ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે ટીમે અલગ-અલગ સ્થળેથી 5 શખ્સોને મોબાઇલમાં IPL પર સટ્ટો રમતાં ઝડપી પાડી કુલ રૂપિયા 36 હજારના મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વેડચ પોલીસની ટીમ કારેલી ગામમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં 5 અલગ અલગ શખ્સોની બાતમી મળી હતી. જે બાતમીનાં આધાર પોલીસ ટીમોએ અલગ-અલગ સ્થળ ઉપર જઈ દરોડા પાડ્યાં હતાં.
જેમાં કોઠાવગમાં સ્કૂલ પાસેથી પ્રકાશ ચંદુ પરમાર, દશરથ દલસુખ પઢિયાર, નરેશ રમેશ પરમારને જ્યારે વેડચ બંગલીયા વગામાં જયેશ ઠાકોર જાદવ અને પ્રકાશ ચંદુ પરમારને ઝડપી પાડ્યાં હતાં. આમ, આરોપીઓ તેમના મોબાઇલમાં સોશિયલ મિડિયામાં પીકે, ડીએન, ફ્રેન્ડ્સ ફોર એવર, સીકેઆઇપીએલ, રાધે રાધે તેમજ ન્યુ ફ્રેન્ડ નામના ગ્રુપ બનાવ તેમાં ક્રિકેટ મેચ પર રન ફેર સહિતના અલગ અલગ દાવ લગાડી હારજીતનો સટ્ટો રમતાં હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે તેમને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા 36 હજારનાં મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500