ભરુચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં વણશોધાયેલ વિવિધ ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના વિવિધ પોલીસ મથકોને સુચના આપવામાં આવી છે, તે અંતર્ગત ઉમલ્લા પોલીસ સ્ટાફનાં માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુના સંબંધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મહુવાડા ગામના બે ઇસમોએ ચોરી કરીને પોતાના ઘરના વાડાના ભાગે સંતાડી રાખેલ હતી. જેથી પોલીસે બાતમી મુજબનાં સ્થળે જઇને તપાસ કરતા બંને ઇસમો ઘરે હાજર મળી આવ્યા હતા.
આમ, પોલીસને તપાસ દરમિયાન ઘરનાં પાછળનાં ભાગે ત્રણ મીણીયા થેલા મળી આવ્યા હતા. આ થેલાઓમાં ઇલેક્ટ્રિક વાયરો, ડ્રિપ ઇરીગેશન સિસ્ટમના પીવીસી ફિલ્ટરો તથા વાયરોને સળગાવીને કાઢેલ કોપર તારનું ગુંચળુ મળી આવ્યા હતા. જોકે આ ઇસમોની પુછપરછ દરમિયાન સદર મુદ્દામાલ બંનેએ ભેગા મળીને મોટાવાસણા ગામની સીમમાંથી ચોરેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ અશા ગામની સીમમાંથી પાણીની મોટરના કેબલ વાયરો કાપી લાવીને વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખીને થોડાથોડા દિવસે કેબલ વાયરોને સળગાવીને કોપર એલ્યુમિનિયમના તાર કાઢી લઇને ઉમલ્લા ખાતે રહેતા રાજા સોલંકી નામના ઇસમને વેચાણ કરતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500