ભરૂચનાં જંબુસરના ગણેશ ચોક વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે મકાનની દિવાલ ધરાશાયી થતાં દબાઇ જવાને કારણે શ્રમજીવીને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડાયો હતો. બનાવની વિગત એવી છે કે, જંબુસર ખાતે આવેલા ગણેશ ચોક વિસ્તારમાં ગતરોજ સવારે એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા આસપાસ ઉપસ્થિત લોકોમાં ભારે અફરા-તફરી સર્જાઇ હતી.જયારે દિવાલ ધરાશાયી થવાના કારણે નજીકમાં ઉભા 55 વર્ષીય મોહનભાઈ નાથુભાઈ માછી કાટમાળ નીચે દબાઇ જતા ગંભીર રીતે ઘવાયા હતા. જોકે સ્થાનિકોએ કાટમાળમાંથી દબાયેલા વ્યક્તિને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યો હતો. મકાન ઉતારવા પેહલીવાર જ શ્રમજીવી આવ્યો હતો અને તે વખતે જ સર્જાયેલી ઘટનામાં તેનો સદનસીબે બચાવ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application