અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા પાસે ટેન્કર, ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે કલીનરને ઈજાઓ પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોતાલી પાટિયા પાસેના નેશનલ હાઈવે ઉપર મળસ્કે ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતની સાથે અન્ય એક ટ્રક પણ અથડાઈ હતી. જયારે અકસ્માતમાં ટ્રેલરના કેબીનનો ભૂખો બોલાય ગયો હતો અને ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે કલીનરને ઈજા થતા સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
આ બનાવામાં ટેન્કર અને ટ્રકના ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. આ અકસ્માત થતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસે હાઈવે પર વાહનોને સાઈડ કરી ટ્રાફિકને હળવો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application