વાલિયા તાલુકાના નલધરી પાસેના મંદિર નજીક પુરઝડપે આવતા ટેન્કરના ચાલકે એકટીવાને અડફેટે લેતા એકટીવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલિયાના વટારિયા ખાતે આવેલ સુગરના કેન્ટીનમાં રહેતા પ્રવિણભાઈ સિંઘલ એકટીવા લઈને વાલિયા તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન નલધરી ગામ નજીક મહાદેવના મંદિર પાસે પુરઝડપે આવતા ટેન્કરના ચાલકે એકટીવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પ્રવિણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું વાહન મૂકી ભાગી ગયો હતો. ઘટના અંગેની જાણ થતા વાલિયા પોલીસ સ્થળ ઉપર આવી પ્રવિણભાઇના મૃતદેહને પોસ્ટમોર્ડમ અર્થે ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application