અંકલેશ્વરનાં એક ગામની 34 વર્ષીય પરિણીતાને ધમકી આપી 5 વર્ષ સુધી નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આખરે પરણિતાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ કરનાર આરોપીની અટક કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે રહેતા લલન પાલે નજીકમાં રહેતા પોતાના વતનની પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી પતિની ગેરહાજરીમાં તેના ઘરમાં પ્રવેશ કરી બાળકો અને પરણિતાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જોકે 5 વર્ષ સુધી લગાતાર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે જે બાદ લલન પાલની કનડગત બંધ થઇ હતી. જેથી પુનઃ લલન પાલ બદ ઈરાદો પાર કરવાની કોશિષ કરતાં અંગે પરિણીતાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા દુષ્કર્મી લલન પાલની અટક કરી મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં ખસેડાયો આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application