અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ ડીપી સીન્થેટીક્સ કંપનીનાં ગોડાઉનમાં કામદારે યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વરની આદર્શ માર્કેટમાં રહેતા અને મૂળ યુપીના 19 વર્ષીય યુવક કરણ દુબે પાનોલી જીઆઇડીસીમાં આવેલ ડીપી સીન્થેટીક્સનાં ગોડાઉનમાં હેલ્પર તરીકે નોકરી કરે છે.
જોકે કરણ દુબેએ ગોડાઉનમાં ફરજ દરમિયાન કોઈક અગમ્ય કારણોસર એંગલ સાથે કાપડ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેની જાણ થતાં કામદારો દોડી આવ્યા હતા અને તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલેખનીય છે કે, પાનોલી જી.આઈ.ડી.સી.માં કામદારની આપધાતની બીજી ધટના સામે આવી છે. અગાવ પણ અન્ય એક કંપનીમાં કામદારે આપધાત કરી લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500