ભરૂચનાં સિવિલ રોડ ઉપર મારૂતિ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જોકે વાન ચાલકે સમયસુચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. બનાવની વિગત એવી છે કે, આજરોજ મારૂતિ વાન નંબર GJ/16/BB/3120નો ચાલક ભરૂચનાં સિવિલ રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો.
તે દરમિયાન કારમાં અચાનક ધુમાડા નીકળતાં ચાલકે સમયસુચકતા વાપરી કાર થોભાવી દીધી હતી અને નીચે ઉતરી ગયો હતો. જોકે કારમાંથી ધુમાડો નીકળતાં અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે રાહદારીઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં જ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહિ ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગ શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application