રાજકોટ જિલ્લાનું એક પરિવાર હાલ ભરૂચનાં ઝઘડીયા તાલુકાનાં એક ગામે ભાડાના મકાનમાં રહે હતા અને પતિ-પત્નિ બંને નોકરી કરતા હતા. જોકે તેમને સંતાનમાં એક સગીર વયની દિકરી અને દિકરો છે. જયારે ગત તા.25મી પરિવારની14 વર્ષિય દીકરી સાંજે પાંચ વાગ્યાનાં અરસામાં કોઇને કંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. તેની શોધખોળ કરવા છતાં તે મળી નહતી. ત્યાર પછી સાંજના સાતેક વાગ્યાના સમયે સગીરાના પિતાના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.
જોકે કોલ રીસીવ કર્યો તો તેમની ઘરેથી જતી રહેલ દિકરી બોલતી હતી અને તે કહેતી હતી કે, હું વાલિયા ખાતે આવેલ છુ અને મારી શોધખોળ કરતા નહિ તેમ જણાવી તેણે ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ સગીરાના માબાપને ખબર મળી હતી કે તલોદરા ગામનો મોકસુ નામનો છોકરો લગ્ન કરવાની લાલચ આપીને તેમની સગીર વયની દિકરીને ભગાડી ગયેલ છે તેથી તેમની દિકરી સગીર વયની હોવા છતાં તેને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે ભગાડી જવામાં આવી હોઇ સગીરાની માતાએ આ મોકસુ નામનો યુવક તેમની દિકરીને ભગાડી ગયાના આક્ષેપ સાથે ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application