ભરૂચનાં અંકલેશ્વર નગરમાં બસ સ્ટેશન સામે આવેલ એક ફળિયામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વરલી મટકનો જુગાર રમાડતી મહિલા સહિત 8 જુગારીયાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વરના બસ સ્ટેશન સામે આવેલા જીન ફળિયામાં રહેતી જયા પ્રવીણ વસાવા પોતાના વિસ્તારમાં મોટા પાયે વરલી મટકાનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જીન ફળિયામાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 36 હજાર અને મોબાઈલ નંગ-6 મળી કુલ રૂપિયા 49 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જોકે સ્થળ પરથી પોલીસે મુખ્ય સૂત્રધાર જયા પ્રવીણ વસાવા, પ્રિયંકા શૈલેષ રાઠોડ, સોનલ પરમજીત સિંગ, સાગર વસાવા, દલસુખ વસાવા, મહેશ વાળંદ, અશરફ હબીબ મલેક અને જોગીન્દરસિંગ રામપ્રસાદ ભગતને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application