ડિજીવીસીએલમાં પરીક્ષા પેપર લીક કૌભાંડમાં એચ.આર વડા તેમની જવાબદારીમાં સંપૂર્ણ નિષ્ફળ જતા અને સમગ્ર પરીક્ષા તેમના નેજા હેઠળ ફૂલ પ્રુફ સંપૂર્ણ સુરક્ષિત લેવાની તેમની જવાબદારી હોય તેમના ઉપર પગલાં લેવા તથા જવાબદાર અધિકારી ઉપર એફઆઈઆર દાખલ કરવાની ફરિયાદ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપ્યો હતો. જેના મુજબ ગત તા.11મી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતની સમગ્ર કચેરીમાં તથા જેટકો પર તેની અસર પડતી હોય તેમના દ્વારા પણ ટેકો જાહેર કરાયો હતો. જેના ભાગરૂપે સમગ્ર દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, સુરત રૂરલ, સુરત શહેર, ભરૂચ અને નર્મદાના કર્મચારીઓ દ્વાર કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યો હતો. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી ડીજીસીવીએલ કચેરી ખાતે પણ રીસેસના સમયમાં કર્મચારીઓએ કમ્પાઉન્ડમાં એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં યુનિયન દ્વારા આગળના દિવસોમાં આ લડત ઉગ્ર ઉગ્ર બનાવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application