Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેત્રંગનાં નાનાજાબુંડા ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો

  • December 11, 2021 

નેત્રંગ તાલુકાનાં નાના જાબુંડા ગામે રહેતા રામસીંગભાઈ હીરાભાઈ વસાવા જે મોતિયાના જંગલમાં નાના જાંબુડાની સીમમાં આવેલ તેના સાડા ચાર એકર જમીનમાં ડાંગર અને તુવેર ચોમાસુ પાક કરી રહ્યા છે અને બપોરે મોતિયાના જંગલ નજીક મણિપુર વગામાં તુવેર તોડવા માટે રામસિંગભાઈ અને તેમના પત્ની સુમિત્રાબેન સાથે ગયા હતા. તે સમયે તુવેર તોડતી વખતે ખેતરના સેઢા ઉપર કોતરમાં પાણી કાઢવાની ગટરમાંથી દીપડાએ આકસ્મિક રામસિંગભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. દીપડોએ ગટરમાંથી સીધો સામેથી જ આવી પંજાના નખ મારી ઇજાગ્રસ્ત કરી નાખેલ હતા.આમ, દીપડાએ હુમલો કરતા તેમને બુમા બુમ કરતા દીપડો મોતિયાના જંગલમાં નાસી છૂટયો હતો. ત્યારબાદ ચાલીને લોહીથી લથબથ ઘરે પહોંચી દીકરાને કહેતા તાત્કાલિક નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલમાં રિફર કર્યા હતા. ગ્રામજનોએ દિપડો પકડવા પાંજરું મૂકવા માંગણી કરી છે આ બાબતે નેત્રંગ પોલીસે જાણવા જોગ ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application