ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે ઉભેલી ઈકો કાર સાથે એક ટ્રક અથડાતા ઈકો કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જયારે કારમાં સવાર ઈસમને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નેત્રંગ ખાતે રહેતા રાહુલભાઈ સંપતભાઈ દંતાણી પોતાની ઈકો કારમાં પેસેંજર બેસાડી અંકલેશ્વર જઈ રહ્યા હતા અને જયારે તેઓ વાલીયા તાલુકાના કોંઢ ગામ પાસે પેસેંજર બેસાડવા ઈકો કારને રોડની બાજુમાં ઉભી કરી હતી અને તેઓ કાર માંથી નીચે ઉતારી ને કાર નો દરવાજો ખોલતા હતા. તે દરમિયાન પુરઝડપે આવતી ટ્રકના ચાલકે ઈકો કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક રાહુલ દંતાણીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું. જયારે કારમાં સવાર મહેશ જાદવને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application