Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, 2 ઘાયલ

  • August 09, 2021 

ભરૂચનાં અંકલેશ્વર-ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે પર મુલદ ચોકડી પાસે બાઈક અને એકટીવા મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતું જયારે બે ને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.  

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચના ઝાડેશ્વરની બંગ્લોઝ સત્યમ ટાઉનશીપ પાસે રહેતા અવનભાઈ પટેલ તેના મિત્ર પ્રવિણભાઈ સાથે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ બિરલા સેન્ચુરી કંપનીમાં 7મી ઓગસ્ટની રાત્રીના અરસામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન મુલદ ચોકડી પાસે પુરઝડપે રોંગ સાઈડથી ઝઘડિયા તાલુકાના ગોવાની ગામનાના પથિક દુધારણા બાઈક લઈ આવી રહ્યો હતો તે સમયે બાઈક મોપેડમાં ભટકતા રોડ પર પટકાયો હતો જેથી તેને ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે મોપેડ સવાર અવનભાઈ પટેલ તેના મિત્ર પ્રવિણભાઈ ને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application