ભરૂચનાં આમોદ તાલુકાના સરભાણ-ચક્લાદ ગામના રોડ ઉપરથી બાઈક પર ચારો લેવા જતા એક યુવકની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આમોદ તાલુકામાં આવેલા સરભાણ ગામે રહેતા જેસિંગભાઈ રામસિંગભાઈ દેવીપુજક તેમની બાઈક પર ભેંસો માટે ચારો લેવા માટે જઈ રહ્યા હતા. તે સમયે સરભાણ-ચક્લાદ રોડ ઉપરથી પસાર થતા હતા તે સમયે કોલેજ સામે તેની બાઈક સ્લીપ થઈ જતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્ર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application