Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

  • July 06, 2021 

વાલિયા તાલુકાના હિરાપુર ગામે રહેતા, રવિન્દ્ર ઉર્ફે જયેશ ગોરધનભાઈ વાસાવા કોઈ કામ અર્થે તેની બાઈક લઈ ઝઘડીયા જીઆઈડીસીમાં આવ્યો હતો. ત્યારબાદ ઝઘડીયા જીઆઈડીસીની વિઠ્ઠલ કંપની પાસેથી બાઈક લઈને પસાર થતા હતા. તે સમય દરમિયાન આગળ એક ટ્રક ટ્રેલર ચાલતું હતું. આ ટ્રક ટ્રેલરના ચાલકે તેના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

 

 

 

 

આ અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપરથી નાસી છુટ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને વધુ સારવાર માટે તેને એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અકસ્માતમાં મરણ પામનારનનો પિતરાઈ ભાઈ અલ્પેશ વસાવાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application