ભરૂચનાં જંબુસર તાલુકામાં આવેલાં ટુંડજ ગામનો યુવક નોકરીએ જઇ રહ્યો હતો. તે સમયે ચૂંટણીની અદાવતે એક શખ્સે તેના પર હૂમલો કરી ડાંગથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના આરગ્ય કેનદ્રમાં ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જંબુસરમાં આવેલાં ટુંડજ ગામે વણકરવામાં રહેતો અને જંબુસર તાલુકા પંચાયતમાં કોન્ટ્રાક્ટમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો પ્રવિણ મફત પરમાર સવાર નોકરીએ જવા નીકળ્યો હતો.તે સમયે ગામના ભાગોળે ગામમાં જ રહેતો સુરેશ ડાહ્યા વાઘેલા હાથમાં ડાંગ લઇ આવી તેને રસ્તામાં રોક્યો હતો. તેમજ તમે ભલે ચૂંટણી જીતીને સત્તા પર આવી ગયાં હોય પણ હું તમને 5 વર્ષ સુધી પંચાયતનું કામ-કાજ કરવા નહીં દઉ તેમ કહીં તેને ડાંગથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાનમાં આસપાસમાં ઉભેલાં ગામના જ શા઼તીલા સહિતનાઓએ આવી તેને બચાવ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. બનાવ અંગે કાવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application