ભરૂચનાં ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે વોર્ડ નંબર-2 અને 3માં તદ્દન બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે અને આગામી પંચાયતની ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી હતી. દુમાલા ગામની મહિલાઓ સહિત યુવકો પણ ખૂબ રોષે ભરાઈ પંચાયતના સત્તાધીશો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ‘જો રોડ નહીં તો વોટ નહીં’ના નારા બાજી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો દુમાલા વાઘપરામા વોર્ડ નંબર-2 અને 3માં સ્થાનિકોએ ખરાબ રસ્તાના કારણે પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું પણ બંધ કરી દીધું છે તેમજ આ વિસ્તારમાં કોઈનું મરણ થાય તો સ્મશાન યાત્રા કેવી રીતે કરવી તેવા સવાલો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
વધુમાં રસ્તામાં ઉપર પડેલા ખાડાના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તો આવામાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોને સતાવી રહી છે જો આગામી દિવસોમાં રસ્તાનું કામ ચાલુ નહી થાય અને સમારકામ નહી કરવામા આવે તો વોટ નહીં આપવાની ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, વોટ લીધા પછી પંચાયતના કોઇ પણ સભ્ય કે સરપંચે આવવાની તસ્દી લીધી નથી, સ્થાનિક સરપંચ અને સભ્યો દ્વારા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ આ વિસ્તારમાં કોઈ વિકાસના કામો કર્યા નથી તેમજ રોડ રસ્તા પણ બિસ્માર હાલતમાં હોય સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application